| B.Ed exam sem_2_ CC- 3 university imp question paper | B.Ed university exam paper | B.Ed exam sem-2 | CC-3_University imp question paper | b.ed exam saurastra uni | b.ed exam papers | 



B.Ed SEM-2 Saurastra University નાં અગાઉ નાં વર્ષમાં લેવાયેલ B.Ed exam sem-2 saurashtra university નાં બધા યુનિ.પેપર તો મળી ગયાં હશે કદાચ ન મળ્યાં હોય તો આ જ website(l click here | sem_2 all year papers પર ઉપલબ્ધ છે મેળવી લ્યો ઝડપથી પરંતુ હવે મેળવી લીધા બાદ તમારે પ્રશ્નો જ જોવાના મુખ્ય હોય છે , કે જેથી તમામ બાબતોમાંથી સરખા પ્રશ્ર્ન ક્યાં છે , કેમ્ કે તમે પણ જાણો છો કે આ કામ થોડું મુશ્કેલ ભરેલું છે, તમામ પેપર સરખાવવા માટે બધાની ઝેરોક્ષ કરી સરખા પ્રમાણમાં ગોઠવી પછી B.Ed exam_sem-2_CC-3 નાં અગાઉનાં વર્ષોમાં લેવાયેલ પરીક્ષાના પેપર પરથી imp Questions શોધી શકો છો...


   જો આવું એક જ પોસ્ટમાં તમામ પેપર જેમ કે (2016 થી લઈને 2020 ) સુધીમાં પુછાયેલ તમામ પ્રશ્નો માત્ર 1 થી 2 પેઇજમાં આવી જાય તો તમારો સમય પણ બચશે અને પૈસા પણ બચશે...તો આવું સરાહનીય કામગીરી કરનાર પણ એટલા જ મહાન છે , જે સુરતથી છે જેમણે પોતાનું કાર્ય માટે નામ લેવાની પણ નાં પાડે છે અને તે તમામ મહેનતનો શ્રેય મને આપે છે, કે સર તમારું નામ લખો.

    મહાન એટલા માટે કેવું પડ્યું કે તમે પણ આ પોસ્ટની વિગત વાંચવા માટે આગળ વધશો ત્યારે કેશો કે ખરેખર અદભૂત કાર્ય કરેલ છે..... છતાં નામ આપવાની ના પાડે છે, છતાં તેમની સાથે બવ આગ્રહ રાખ્યો ત્યારે તેમણ જ તો નાં જ પાડી છે, પરંતુ તેમની મદદ કરેલ છે તેમના બહેનનું નામ આપ્યું છે ... જેમનો ઋણ સ્વીકાર કરીએ તો , જેમનું નામ Pithadiya Sheetalben Jiteshbhai..... જેમને ક્રેડિટ આપી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે તે તમામ પ્રકારના મટીરીયલ માટે નીચે આપેલ લખાણ ને વિગતે સમજીએ...



કદાચ મોબાઇલમાં સરખું ન વંચાય તો computer પર પોસ્ટની વિગત વાંચજો. જે ખુબ જ ઉપયગી નીવડશે તેવી 

=....આશા સાથે 

.......જોષીસરનાં જ્યશ્રી ક્રુષ્ણ..

મોબાઈલ નંબર - 9879325359


CC-3 IMP QUESTIONS START




    B.Ed. (Sem. -2)(CBCS)


 Examination April / May –2016-2017 -2018-2019-2020

C.C. - 3 : Philosophical SociologicalFoundation of Education

 Faculty Code : 004 Subject Code : 014201 [Total Marks : 70] 

       CREATEDBY :- Joshi Divyesh D.

(M. A., M.Ed,M.Phill(Edu.), 

M.A.(Education), PGDCA, TAT_1/2 CLEAR, DHSI)

================================================= 


1 નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો :          (2 marks Question)


(1.1) કેળવણીની કોઈ પણ એક વ્યાખ્યા આપો.
(YEAR :-2017,18,19,20) 

 (1.2) ઔપચારિક અને અનૌપચારિક કેળવણી એટલે શું?  
(YEAR :-2017) 

 (1.3) શૈક્ષણિક તત્ત્વજ્ઞાન એટલે શું? 
 (YEAR :-2017) 

(1.4) નિઃશસ્ત્રીકરણનો અર્થ આપી બે જરૂરિયાત જણાવો. 
 (YEAR :-2017) 

 (1.5) શાંતિ સ્થાપવાના બે શાળેય કાર્યક્રમો જણાવો.
 (YEAR :-2017)

 (1.6) ડૉ. રાધાકૃષ્ણએ આપેલી કેળવણીની સંકલ્પના લખો. 
 (YEAR :-2017)

 (1.7) લોકશાહીના ચાર ધ્યેયો લખો. 
 (YEAR :-2017) 

(1.8) સંસ્કૃતિના વિકાસ માટે બે શાળાકીય પ્રવૃત્તિઓ જણાવો.
(YEAR :-2016,17)

 (1.9) તત્ત્વજ્ઞાન એટલે શું ?
 (YEAR :-2018) 

(1.10) સભ્યતાનો અર્થ જણાવો.
 (YEAR :-2018) 

(1.11) “વિદ્યાલક્ષ્મી બોન્ડ” યોજના અંગે ટૂંકમાં જણાવો. 
 (YEAR :-2018)

 (1.12) મૂલ્ય શિક્ષણનો અર્થ જણાવો. 
 (YEAR :-2018,19)

 (1.13) આદર્શવાદની દૃષ્ટિએ શિસ્ત જણાવો.
 (YEAR :-2018,19)

 (1.14) સ્ત્રી કેળવણીને વ્યાપક બનાવવાના સંદર્ભમાં સરકારની યોજનાઓની યાદીઆપો.
(YEAR :-2018)

 (1.15) માનવ અધિકારનો અર્થ જણાવો. 
 (YEAR :-2018,19,20) 

(1.16) સાહિત્યના સંદર્ભમાં ભારતીય સાંસ્કૃતિક વારસો જણાવો.
 (YEAR :-2018) 

(1.17) સ્વામી વિવેકાનંદના મતે અધ્યયન અધ્યાપન પદ્ધતિ જણાવો.
(YEAR :-2019)

(1.18) તત્ત્વજ્ઞાનની સંકલ્પના જણાવો.
 (YEAR :-2019) 

(1.19) ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓ જણાવો.
 (YEAR :-2019)

(1.20) બિનસાંપ્રદાયિકતાનો અર્થ જણાવો. 
 (YEAR :-2016,19)

(1.21) વિવેકાનંદે આપેલ કેળવણીની સંકલ્પના ટૂંકમાં જણાવો.
 (YEAR :-2020) 

(1.22) પ્રકૃતિવાદ એટલે શું ?
 (YEAR :-2020)

(1.23) લોકશાહીનો અર્થ જણાવો. 
 (YEAR :-2020) 

(1.24) ગાંધીજીએ આપેલ કેળવણીની વ્યાખ્યા જણાવો.
 (YEAR :-2020)

(1.25) આંતરરાષ્ટ્રીય સમજનો અર્થ જણાવો.
 (YEAR :-1206,20) 

Que_(2) નીચેનામાંથી કોઈ પણ આઠ

 પ્રશ્નોના જવાબ આપો :

(3 marks Question)



 (2.1) કેળવણી પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરો.
 (YEAR :-2016,17,19)

(2.2) ગાંધીજીના મતે શિક્ષણની સંકલ્પના, ધ્યેયો અને અભ્યાસક્રમ જણાવો.
(YEAR :-2017,18,19)

(2.3) તત્ત્વજ્ઞાન અને કેળવણીની સંકલ્પના અને તેની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 
 (YEAR :-2017)

(2.4) આંતરરાષ્ટ્રીય સમાજનો અર્થ અને જરૂરિયાત લખો. 
 (YEAR :-2017)

(2.5) આદર્શવાદની દૃષ્ટિએ શિક્ષણનો અર્થ, ધ્યેયો અને ગુરુ-શિષ્ય સંબંધો જણાવો. 
 (YEAR :-16,2017,20) 

(2.6) માનવ અધિકારનો અર્થ અને સ્વરૂપ જણાવો.
 (YEAR :-2017,18)

(2.7) આંતરરાષ્ટ્રીય સહકાર માટે શાળા શું કરી શકે?
 (YEAR :-2016,17)

(2.8) લોકશાહીનો અર્થ અને તેના આધાર સ્તંભો વિશે ચર્ચા કરો.
 (YEAR :-2017)

(2.9) સાંસ્કૃતિક વારસો એટલે શું ?તેમાં કઈ-કઈ બાબતો સમાવી શકાય ?
(YEAR :-2017) 

(2.10) બિનસાંપ્રદાયિક્તાનો અર્થ અને જરૂરિયાત જણાવો.
 (YEAR :-2017)

(2.11) સ્ત્રી કેળવણીનું મહત્ત્વ જણાવો. 
 (YEAR :-2018,20)

(2.12) વાસ્તવવાદના શિક્ષણનાં ધ્યેયો લખો.
 (YEAR :-2018,20) 

(2.13) મૂલ્ય શિક્ષણનાઅર્થ પ્રકાર જણાવો. 
 (YEAR :-2018,20) 

(2.14) કેળવણીનું અનૌપચારિક સ્વરૂપ સમજાવો.
 (YEAR :-2016,18)

(2.15) સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો ભેદ જણાવો.
 (YEAR :-2018) 

(2.16) લોકશાહીના સંદર્ભમાં વ્યક્તિગત ધ્યેયો 
સમજાવો. 
(YEAR :-2018,19)

(2.17) આંતરરાષ્ટ્રીય સમજની જરૂરિયાત લખો.
 (YEAR :-2018)

(2.18) શાંતિ માટેની કેળવણીનો અર્થ આપી તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો.
 
 (YEAR :-2019,20) 

(2.19) લોકશાહીનો અર્થ જણાવી તેના આધાર સ્તંભો જણાવો.
 (YEAR :-2019) 

(2.20) રાષ્ટ્રીય ઐકયને જોડનારાં તથા વિઘટન કરનારાં પરિબળોની યાદી આપો.
 (YEAR :-2016,19) 

(2.21) બિનસાંપ્રદાયિકતાની જરૂરિયાત સમજાવો.
 (YEAR :-2016,19)
 
(2.22) વાસ્તવવાદની દૃષ્ટિએ ગુરુ-શિષ્ય સંબંધ અને શિસ્ત સમજાવો
(YEAR :-2019) 

(2.23) શૈક્ષણિક તત્ત્વજ્ઞાનની સંકલ્પના સ્પષ્ટ કરો.
 (YEAR :-2019,20)

(2.24) ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણીનો તફાવત આપો.

 (YEAR :-2019,20)

 (2.25) ટાગોરે આપેલ કેળવણીની સંકલ્પના સ્પષ્ટ કરો. 
 (YEAR :-2016,20)

 (2.26) ઔપચારિક કેળવણી એટલે શું ?
 (YEAR :-2020) 

 (2.27) આદર્શવાદનો પરિચય ટૂંકમાં જણાવો.
 (YEAR :-2020) 

 (2.28) સ્ત્રી કેળવણીને વ્યાપક બનાવવા માટે અમલમાં મુકાયેલ સરકારી યોજનાઓની યાદી આપો. 
 (YEAR :-2020) 



જવાબ:- 3 નીચેનામાંથી કોઈ પણ છ પ્રશ્નોના

 વિસ્તૃત જવાબ આપો :


 ( 5 - MARKS QUESTIONS)

 (3.1) ભારતીય રાજ્યબંધારણ : આમુખ અને
 શિક્ષણની કલમો વિશે ચર્ચા કરો.
 (YEAR :-2017,18,19) 

(3.2) રાષ્ટ્રીય ઐક્ય એટલે શું ?તેને જોડનારાં અને
 તોડનારાં પરિબળો જણાવો. 
 (YEAR :-2017,18)

(3.3) પ્રકૃતિવાદનો સંપૂર્ણ મુદ્દાસર પરિચય આપો.
 (YEAR :-2017,19)

(3.4) વ્યવહારવાદ એ વાસ્તવવાદથી કઈ રીતે જુદો
 પડે છે ?ચર્ચો.
 (YEAR :-2017)  

(3.5) મૂલ્યશિક્ષણ : અર્થ અને અભિગમો સમજાવો.
 (YEAR :-2017,19) 

(3.6) સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ
 કરો. (YEAR :-2017)

(3.7) સ્ત્રી કેળવણીનું મહત્ત્વ અને તેને વ્યાપક
 બનાવવા શું-શું કરી શકાય? 
 (YEAR :-2017) 

(3.8) વિવેકાનંદના કેળવણી અને તત્ત્વચિંતનના
 વિચારો વિશે નોંધ લખો.
 (YEAR :-2016,17) 

(3.9) કેળવણી પર અસર કરતાં પરિબળો વર્ણવો.
 (YEAR :-2018,20) 

(3.10) વ્યવહારવાદનો વિગતે પરિચય આપો.
 (YEAR :-2018) 

(3.11) ડૉ. રાધાકૃષ્ણના મતે કેળવણીની સંકલ્પના,
 શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમઅને અધ્યયન – અધ્યાપન પદ્ધતિ સમજાવો. (YEAR :-2018,19) 

(3.12) તત્ત્વજ્ઞાન અને કેળવણી વચ્ચેનો સંબંધ સ્પષ્ટ
 કરો. (YEAR :-2018,19,20)  

(3.13) નિઃશસ્ત્રીકરણની સંકલ્પના જણાવી પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેની જરૂરિયાતલખો.
 (YEAR :-2018) 

(3.14) લોકશાહીનો અર્થ જણાવી તેના આધાર
 સ્તંભો સમજાવો.
 (YEAR :-2016,18,20) 

(3.15) આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવાના શાળેય
 કાર્યક્રમો વર્ણવો.
 (YEAR :-2019,20) 

(3.16) ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની તુલના
 કરો. (YEAR :-2019,20) 

(3.17) સ્ત્રી કેળવણીને વ્યાપક બનાવવાના સંદર્ભમાં સરકારની યોજનાઓની માહિતી આપો.
 (YEAR :-2019) 

(3.18) રાષ્ટ્રીય ઐક્યને જોડનારા પરિબળોની વિગતે સમજ આપો. 
 (YEAR :-2020)

(3.19) માનવ અધિકારનું મહત્વ અને ઉદ્દેશોની વિગતે ચર્ચા કરો.
 (YEAR :-2020) 

(3.20) બિન સાંપ્રદાયિકતાનો અર્થ અને જરૂરિયાતની વિગતે ચર્ચા કરો.
 (YEAR :-2020) 




                        આ તમામ પ્રશ્નોનુ solustion પણ ઝડપથી વીડિયો આવી જશે You Tube Joshisir Official ચેનલ પર આં solustion નો શ્રેય પણ ઉપરોક્ત નામ મુજબ ભાઈ બહેનનો કમાલ છે... તો તેમને હજુ એક વખત Thanks 👍 કહીએ..... આભાર સર્વેનો જય શ્રી કૃષ્ણ ...


શેર.... સબ્ક્રાઈબ કરજો ..... આવજો